કૃષિ વ્યવસ્થાપનમાં નવા સમયનો આરંભ- બદલાતા હવામાનમાં કુશળ ખેતી "મહિલાઓ હવે માત્ર ઘરની જવાબદારી સુધી મર્યાદિત નથી રહી, પરંતુ દેશના કૃષિ વિકાસમાં પણ તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેઓ ખેતીમાં મજૂર તરીકે નહીં, પરંતુ સાચા અર્થમાં ખેડૂત છે. ભારત સરકાર આગામી વર્ષને 'મહિલા શક્તિ માટે સમર્પિત વર્ષ" તરીકે ઉજવશે જેમાં દેશભરની મહિલા ખેડૂતોને શક્તિશાળી અને આત્મનિર્ભર બનાવવા માં આવશે." મહિલા સશક્તિકરણ એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો છે.
કૃષિ ક્ષેત્રમાં મહિલાઓ નું યોગદાન અમૂલ્ય છે. વધુ આવક અને ઉત્પાદન માટે કૃષિમાં આવી રહેલ નવીન તાંત્રિકતાઓ અપનાવાની તાતી જરૂર છે. જેના થકી મહિલાઓની ક્ષમતાઓને મજબૂત બનાવી શકાય. કૃષિ ક્ષેત્રને ત્રણ ભાગોમાં વિભાજીત કરવાની જરૂર છે- પરંપરાગત ખેતી, બાગાયત અને પશુપાલન. આ ત્રણેય બાબતોમાં મહિલાઓનું યોગદાન ઘણું વધી શકે તેમ છે. જ્યારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સશક્ત બને છે, ત્યારે દેશ શક્તિશાળી બને છે. જો મહિલાઓ આર્થિક રીતે સશક્ત હોય તો તેઓ પોતાની જાતને અને તેમના પરિવારને ટેકો આપી શકે છે. તેમજ આર્થિક વિકાસમાં ફાળો આપી શકે છે અને ગરીબીના ચક્ર માંથી મુક્ત થઈ શકે છે. મહિલા સશક્તિકરણ એ માત્ર મહિલાઓનો મુદ્દો નથી તે સામૂહિક જવાબદારી છે જેમાં વ્યક્તિઓ, સમુદાયો, સરકારો અને સંસ્થાઓની સક્રિય ભાગીદારી અને સમર્થન ની જરૂર છે. ઘણી ગ્રામ્ય મહિલાઓ હજુ પણ સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી- સમાજના અને કુટુંબના જુનવાણી વિચારો તેમને આગળ જતા રોકે છે. જેથી મહિલાઓને આવી પરંપરાઓ અને રૂઢિઓથી મુક્ત કરવી ખૂબ જરૂરી છે.
આજના સમયમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને પશુપાલનની સમગ્ર જવાબદારી મુખ્યત્વે મહિલાઓ પર આવી ગઈ છે. કારણ કે પુરુષો મોંઘવારીને કારણે રોજગાર માટે શહેરો તરફ કામ માટે અને યુવાનો અભ્યાસ માટે જઈ રહ્યાં છે, પરિવારની ખેતીવાડીની જવાબદારી મહિલાઓના માથે(ફાળે) રહી ગઈ છે.પશુપાલન તો પહેલેથી જ 100% બહેનો દ્વારા સંભાળવામાં આવે છે, પણ હવે ખેતી માં પણ દિન-પ્રતિદિન વાતાવરણ ના બદલવાની પરિસ્થિતિનો ક્યાસ કરીને તેમને નિર્ણયો લેવાના આવે છે
મહિલાઓ ઘરની જવાબદારીઓ, બાળકોની સંભાળ અને પશુપાલન વચ્ચે પણ ખેતી માટે સમય કાઢીને મહેનત કરે છે. પરંતુ આ બધું સહજીક નથી - ખાસ કરીને જ્યારે હવામાન સતત બદલાતું રહે છે, અને ખેતી માટે નવી તાંત્રિકતાઓ અને વૈજ્ઞાનિક માહિતીની જરૂરિયાત વધતી ગઈ છે. ત્યારે માહિતીના અભાવે અને વૈજ્ઞાનિક તાલીમ સુધી પહોંચ નહીં હોવાને કારણે ઘણી મહિલાઓ પરંપરાગત રીતથી ખેતી કરે છે, જે બદલાતા વાતાવરણમાં જોખમી છે.
મહિલાઓની આ સમસ્યાને અને કૃષિમાં તેમની ભાગીદારીને ધ્યાનમાં રાખી, ONGC-ભારત સરકારનું મહારત્ન સાહસના સહયોગથી ગુજરાતના પાંચ જિલ્લામાં દરેક જિલ્લા ના 10 ગામો માં, ગામદીઠ 50 મહિલા મળી કુલ 2500 મહિલાઓને "મહિલા ખેડૂત-નવા ખેડૂત" પ્રોજેક્ટનો અમલ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે મહિલાઓને તેમના ઘર આંગણે મૂલ્ય વર્ધન, પ્રાકૃતિક ખેતી, FPO, ખેતીની આધુનિક પદ્ધતિઓ, હવામાન આધારિત ખેતી, અને બજાર સુધી પહોંચ વિશે યોગ્ય માર્ગદર્શન તેમના અનુકૂળ સમયે આપવામાં આવેલ છે. મહિલાઓમાં રહેલા પરંપરાગત જ્ઞાન અને કાર્યકુશળતાને આધુનિક માહિતી સાથે જોડીને કૃષિ વધુ સશક્ત, ઉત્પાદક અને ટકાઉ બની શકે છે. અને માત્ર એકજ વખત વાત કરીને નહિ-પણ બીજી અને ત્રીજી વાર તેમને બોલાવીને તેમનાજ ગામમાં તેમના પ્રશ્નો સમજીને સાથે બેસીને સત્તત માર્ગદર્શન અને સહયોગ આ પ્રોજેક્ટમાં આપવામાં આવેલ છે. વધુમાં સ્થળ પર તેમના પ્રશ્નો હલ થાય તેને પણ અગ્રીમતા આપવામાં આવી છે.
મહિલા ખેડૂતોએ લીધેલ તાલીમ પછી પણ કોઇ વિષય સમજમાં આવ્યો ન હોય તો તે પોતે તેની સમજ મેળવી શકે તે માટે ત્રણ તાલીમનાં અંતમાં જે તે વિષયને લગતી ત્રણ માર્ગદર્શિકાઓ (1) મહિલા ખેડૂત -નવા ખેડૂત - ટેક્નોલોજી સાથે આજીવિકા અને ટકાઉ વિકાસ (2) મહિલા શક્તિ સાથે કૃષિમાં નવા સમયનો આરંભ (3) મહિલા શક્તિ સાથે નવા સમયનો કૃષિ વ્યવસ્થાપનમાં આરંભ જેવી માર્ગદર્શિકા આપવામાં આવેલ છે. જે આજના સમયમાં આ પ્રકારના તાલીમ કાર્યક્રમ સૌપ્રથમવાર આપવામાં આવેલ છે.
મહિલાઓ દ્વારા ખેતી
તેથી, મહિલાઓના યથાર્થ યોગદાનનું ઘણું મહત્વ છે. જેથી તેમને "મજૂર" નહીં પણ "સક્ષમ નવા ખેડૂત" તરીકે ઓળખીને, તેમને માહિતી અને તાલીમ સુલભ બનાવીને આત્મનિર્ભર ખેડૂત બનાવવા એ આજની તાતી જરૂરિયાત છે જેથી ભારત કૃષિમાં લિંગ સમાનતા, આર્થિક વિકાસ અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધી શકે.
મહિલાઓ ગ્રામ્ય ખેતીવાડીનો મજબૂત પાયો છે. વાવણી, નિંદામણ, લણણી, પાકની સંભાળથી લઈને પશુપાલન સુધી દરેક તબક્કે તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહેલ છે. મહિલાઓ ઘરની સાથે ખેતી, પશુપાલન અને બાળકોની જવાબદારી એકસાથે નિભાવે છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી માટે મહિલાઓ સૌથી વધુ યોગ્ય છે. કારણ કે તેઓ ગાયના છાણ અને ગૌમૂત્રનો યોગ્ય ઉપયોગ જાણે છે અને પશુપાલન સાથે સંકળાયેલી હોય છે. ભારતમાં ટકાઉ અને રાસાયણમુક્ત ખેતી તરફ આગળ વધવા માટે મહિલાઓનો સતત સંપર્ક અને માર્ગદર્શન જિલ્લા કૃષિ વ્યવસ્થાપન તંત્ર માટે આવશ્યક છે
વાસ્તવમાં મહિલાઓ ખેતીમાં મહેનત તો કરે છે, પણ તેમને ઘણાં પડકારોનો સામનો કરવો પડે છે. જેમ કે:
આ બધા મુદ્દાઓને પહોંચી વળવા માટે મહિલા કેન્દ્રિત કૃષિ પ્રણાલીઓ અને તેમને સહાય આપવી આવશ્યક છે.